માધાપરમાં ટયુશન ગયેલી 11 વર્ષની માસૂમ સગીરા છેડતી કરનાર શિક્ષક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
copy image

ભુજ તાલુકાના માધાપરમાં ટયુશન ગયેલી 11 વર્ષની માસૂમ સગીરા છેડતી કરનાર શિક્ષક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે ગત દિવસે સગીરાની માતા દ્વારા માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીની 11 વર્ષની સગીરા દીકરી બપોરે માધાપરમાં ટયુશન ક્લાસમાં ગઇ હતી, જ્યાં આરોપી ઈશમે શારીરિક અડપલા અને છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.