જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં સેનાની ગાડી ટ્રક પહાડી પરથી નીચે પટકાઈ : પાંચ ઘાયલ, બેનાં મોત

copy image

copy image

જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં સેનાની ગાડી પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવમાં 2 જવાનોના મોત થયા છે તેમજ 5 ઘાયલ બન્યા છે. જાણવા મળી રહ્યું છે કે ‘સૈનિકોને લઈને જઈ રહેલી સેનાની ટ્રક સાથે બાંદીપોરાના સદર કૂટ પાઈન વિસ્તાર નજીક આવેલ વળાંક પર આ બનાવ બન્યો હતો. આ સ્થળ પર ચાલકે કાબૂ ગુમાવતા અને ટ્રક પહાડી પરથી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં 2 જવાનોના મોત અને 5 ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઉપરાંત કેટલાકની હાલત ગંભીર છે.