કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં 200 જેટલી દારૂની બોટલ સાથે ફરતી બે મહિલાઓને મુસાફરોએ બાથરૂમમાં પૂરી
કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દારૂની બોટલો સાથે ફરતી બે મહિલાઓને મુસાફરોએ બાથરૂમમાં કરી દેવામાં આવેલ હતી. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત ગુરુવારે બાંદ્રાથી ભુજ આવતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં 200 જેટલી દારૂની બોટલ સાથે બે મહિલાઓ ફરી રહી હતી. જે મામલે મુસાફરોના ધ્યાને ચડતા વાપીથી સુરત સુધી ઝોલામાં 100-100 બોટલ દારૂની લઈને ફરતી બન્ને મહિલાઓને બાથરૂમમાં બંધ કરી દેવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે આ મહિલાઓને સુરત આરસીએફને હવાલે કરી દેવામાં આવેલ હતી.