લાઉડ મ્યુઝિક વગાડવા મામલે થયેલ બબાલ બન્યો પ્રાણઘાતક : થયેલ ઝગડામાં એક યુવાને જીવ ગુમાવ્યો
દિલ્હીમાં સામાન્ય મુદ્દે વિવાદ થતાં થયેલ ઝડપાઝપીમાં એક વ્યક્તિની હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના ગત 31મી ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની વચ્ચેની રાત્રે બની હતી. લાઉડ મ્યુઝિક વગાડવા મામલે દિલ્હીમાં આવેલ રોહિણી વિસ્તારમાં બંને પાડોશી વચ્ચે ઝગડો થયેલ હતો. વધુમાં સૂત્રો જણાવી રહયા છે કે, દિલ્હીમાં આવેલ રોહિણી વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડા મામલે ફોન દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તુરંત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ધર્મેન્દ્રને તેના પડોશી સાથે ઝઘડો થયો હતો. જાણવા મળી રહ્યું છે કે હતભાગી ધર્મેન્દ્રએ મોટા અવાજે મ્યુઝિક વગાડવાનો વિરોધ કરતાં આરોપીઓએ તેને માર માર્યો હતો.જેમાં આ યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં લઈ જવાયો જ્યાં આ યુવાનને મૃત જાહેર કરી દેવામાં આવેલ હતો.પોલીસે આ અંગે આરોપી ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.