દ્વારકા નજીક ખાનગી બસ પલટતા 15 થી 20 મુસાફરો થયા ઘાયલ

copy image

copy image

દ્વારકા નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો જેમાં બસ પલટી મારી ગઈ હતી. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે  સારવાર સમયે દ્વારકા નજીક ખાનગી બસ પલટી મારી ગઈ હતી. દ્વારકાથી પોરબંદર તરફ જતા માર્ગ પર કુરંગા ચોકડી નજીકથી જઈએ રહીલી ખાનગી બસ કોઈ કારણોસર રોડની એક તરફ પલટી મારી ગઈ હતી. સર્જાયેલ અકસ્માતમાં 15 થી 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે.  આ અકસ્માતમાં ઘાયલ થયેલ મુસાફરોને એમ્બ્યુલન્સ મારફતે દ્વારકાની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતા.