સુરત એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા CISFના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી કરી આત્મહત્યા?

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે સુરત એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા સીઆઈએસએફના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા? કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે.? આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા જવાને બાથરૂમમાં જઈ પોતાની પાસે રહેલી રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી દીધી હતી.? બનાવની જાણ થતાં જ આ જવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. ગંભીર હાલતમાં જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ જવાને કયા કારણથી આવું પગલું ભર્યું હશે તે સાહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.