કુકમા નજીક આધેડ ટ્રેઇલર ચાલકને હાર્ટ એટેક આવતા ચાલકે સમયસૂચકતા વાપરી વાહન થોભ્યું: નજર સામે દેખાતા હોસ્પિટલ સુધી પણ ન પહોંચ્યા

copy image

copy image

કુકમા નજીક આધેડ ટ્રેઇલર ચાલકને હાર્ટ એટેક આવતા ચાલકે વાહન થોભાવી દીધું હતું. પરંતુ નજર સામે દેખાતી હોસ્પિટલમાં પહોચે તે પહેલા જ આ આધેડે મોત વળગ્યું હતું. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ રાજસ્થાનના 52 વર્ષીય શંકરસિંહ પનેસિંહ સોઢાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. હતભાગી ચાલક ગત ગુરુવારના દિવસે ગાંધીધામથી લોખંડના સળીયા ભરી જઈ રહ્યા હતા.તે સમયે સાંજના અરસામાં કુકમા નજીક પહોચ્યા હતા. હતભાગી આધેડ ડ્રાઈવિંગ કરી રહ્યા હતા તે સમયે અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં ચાલકે ટ્રેઇલરને થોભાવી દીધો હતો.અને નજર સામે માત્ર 100 મીટર દુર આવેલી પટેલ હોસ્પિટલ તરફ જવા માટે નીચે ઉતર્યા હતા. પરંતુ તીવ્ર એટેકને કારણે ચાલક ત્યાજ ઢળી પડ્યા હતા અને તેમનું પ્રાણ પંખેરૂ ઊડી ગયું હતું.