વડોદરામાં સામન્ય મુદ્દે થયેલ બોલચાલએ ધારણ કર્યું હિંસક સ્વરૂપ : તલવાર દ્વારા કરાયો હુમલો : આરોપીઓ નશામાં ધૂત હોવાના આક્ષેપો

copy image

સૂત્રો જણાવી રહ્યા છે વડોદરામાં સામન્ય મુદ્દે બોલચાલ થતાં મામૂલી ઝગડાએ હિંસક રૂપ ધારણ કરી લીધુ હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વડોદરાના વારસિયા વિસ્તારમાં વેપારી અને ગ્રાહક વચ્ચે ભારે મારામારી થઈ હતી. વેપારી અને ગ્રાહક વચ્ચે દૂધ આપવા અને લેવા બાબતે ઝગડો થતાં સામાન્ય મુદ્દે હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા 3 શખ્સો દ્વારા નગ્ન તલવાર વડે હુમલો કરી દેવાયો હતો. આ ઝગડામાં ગંભીર રીતે ઘાયલ થયેલ 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં આરોપીઓ પુર્ણપણે નશામાં હોવાના આક્ષેપો લગાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસે આરોપી ઈશમોની ધરપકડ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.