કુંદરોડીની કંપનીમાં વેલ્ડીંગ કરતી વખતે અકસ્માતે મોટું ઢાંકણું પડતાં શ્રમજીવીનું મોત

copy image

copy image

મુંદ્રા ખાતે આવેક કુંદરોડીની કંપનીમાં વેલ્ડીંગ કરતી વખતે અકસ્માતે મોટું ઢાંકણું પડતાં 32 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 2/1ના સાંજના સમયે મુંદ્રાના કુંદરોડીમાં આવેલી આદિશકિત ગ્રીન રિસાયકલીંગ કંપનીમાં બન્યો હતો. આ કંપનીમાં મૂળ બિહારનો શ્રમજીવી યુવાન દિવાકર યાદવ વેલ્ડીંગ કરી રહ્યો હતો તે દરમ્યાન આકસ્મિક રીતે મોટું ઢાંકણું તેના માથાના ભાગે પડતા તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.