પાલારા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં સરસપરના 32 વર્ષીય યુવાનનું મોત
copy image

પાલારા નજીક સર્જાયેલ અકસ્માતમાં સરસપરના 32 વર્ષીય યુવાનનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાત્રે આઠ વાગ્યાના સમયે ભુજના સરસપરનો ખેડુ યુવાન શામજી પોતાની બાઈક લઇને ભુજથી સરસપર જઈ રહ્યો હતો તે દરમ્યાન પાલારા નજીક પહોંચતા સામેથી પૂરપાટ આવતા ટ્રેઇલરએ હતભાગી યુવાનની બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે.કે. જનરલ હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે ટ્રેઈલરચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.