નાના કપાયામાં 28 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
મુંદરા ખાતે આવેલ નાના કપાયામાં 28 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ ગત તા. 4/1ના રોજ રાત્રી દરમ્યાન બન્યો હતો. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશ હાલે નાના કપાયા રહેતા અનિલકુમારની તેમના પત્ની સાથે ઝઘડો થતાં તેના પતિએ પત્નીને ઘરથી બહાર કાઢી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. અને બાદમાં પત્નીની સાડી વડે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દઇ દીધો હતો. બનાવની જાણ થતા આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનવા અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.