આરોપીની અટક કરવા ગયેલ પોલીસની ટીમ પર લોકોએ કર્યો હુમલો : પોલીસકર્મી ઘાયલ થતાં હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી

copy image

આરોપીની અટક કરવા ગયેલ પોલીસની ટીમ પર લોકોની ભીડે હુમલો કરી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે બિહારના દરભંગામાં લહેરિયાસરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભંડા ગામમાં આ બનાવ બન્યો છે. અહી આરોપીની ધરપકડ કરવા પહોંચેલી પોલીસની ટીમ પર એક ટોળાએ આક્રમણ કરી દીધું હતું. ઉપરાંત અમુક ઈશમોએ પોલીસ પર પથ્થરમારો કરવાની સાથે પોલીસના હથિયાર છીનવી લેવાનો પણ પ્રયાસ કરેલ હતો. જાણવા મળી રહ્યું છે કે આ હુમલામાં અનેક પોલીસકર્મી ઘાયલ થતાં તેમણે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી.