અમદાવાદમાં અનેક સ્થળો પર GSTના દરોડા : ટેક્સ ચોરીના મામલામાં 1500 કરોડની નોટિસ ફટકારી

અમદાવાદમાં અનેક સ્થળો પર GSTના દરોડા પડ્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ GST વિભાગની ટીમે વિષ્ણુ પેકેજિંગ અને અન્ય પાંચ કંપનીઓને ટેક્સ ચોરી કરવાના મામલામાં 1500 કરોડ રૂપિયાની માંગ કરતી નોટિસ જાહેર કરી દીધી છે. વધુમાં જાણવા મળી રહ્યું છે આ કંપનીના માલિક દુબઈ ભાગી ગયા સામે આવ્યું છે.

 આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્ટેટ GST વિભાગના અધિકારીઓ દ્વારા ચાંગોદર, અસલાલી, સરખેજ વિસ્તારમાં આવેલી પાન ફેક્ટરીમાં રેઈડ પાડવામાં આવી હતી.  અમદાવાદ અને તેની આસપાસના ક્ષેત્રોમાં 7 થી 10 સ્થળોએ દરોડા પાડવાં આવેલ હતા. પ્રાથમિક તપાસ દરમ્યાન મોટી માત્રામાં ટેક્સની ચોરી અંગેના દસ્તાવેજો ખાનગી ડાયરીઓ તેમજ કેટલાક હવાલાની એન્ટ્રીઓ મળી આવી હોવાનું સામે આવી રહ્યું છે.