કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો ૫૨ કાયદેસરની કાર્યવાહી કરતી પૂર્વ-કચ્છ જિલ્લા પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજ-કચ્છ ચિરાગ કોરડીયા સાહેબનાઓની સુચનાથી અત્રેના પૂર્વ-કચ્છ ગાંધીધામ જીલ્લામાં પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પૂર્વ-કચ્છ જીલ્લામાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનોની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ એક દિવસ તા- ૦૪/૦૧/૨૦૨૫ ના રોજની સ્પેશ્યલ ડ્રાઈવ આપવામાં આવેલ. જે ડ્રાઈવ દરમ્યાન અત્રેના જિલ્લામાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવી કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનોની વિરુધ્ધમા નીચે મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.
