10 લાખના ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સ નિર્દોષ જાહેર
10 લાખના ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કોર્ટે જાહેર કરેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ 10 લાખનો ચેક પરત ફરતા ફરિયાદીએ રાજુભાઈ નામદેવભાઈ પવારએ આરોપી ઈશમ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીની નિર્દોષ જાહેર કરતો હુકમ જાહેર કર્યો છે.