ભુજના કંઢેરાઇ ગામમાં 18 વર્ષની યુવતી અકસ્માતે 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં રેસક્યુ ટીમ રવાના
સૂત્રો જણાવી રહ્યા છે કચ્છના ભુજના કંઢેરાઇ ગામમાં 18 વર્ષની યુવતી અકસ્માતે 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં ભારે ધોડદામ મચી જવા પામી છે. જાણવા મળી રહ્યું છે કે ફાયર વિભાગ દ્વારા રેસક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે ભચાઉથી પણ ફાયરની એક ટીમને રવાના કરાઈ છે. છેલ્લા 12 કલાકથી યુવતી બોરવેલમાં ફસાઇ છે અને અંદાજે 12 કલાકથી આ રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. ઉપરાંત ગાંધીનગરથી પણ રેસક્યુ માટે NDRFની ટીમ રવાના થઇ છે.