મધ્યપ્રદેશના રતલામમાં ચાર્જિંગ માટે મૂકેલા સ્કૂટરમાં આગ ફાટી નીકળતા 11 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો
મધ્યપ્રદેશ ખાતે આવેલ રતલામમાં ચાર્જિંગ માટે મૂકેલા સ્કૂટરમાં આગ ફાટી નીકળતા 11 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રતલામની પીએનટી કોલોનીમાં રહેતાં ભગવતી મૌર્ય અને તેના પરિવારના લોકો ઈ-સ્કૂટર ચાર્જિંગમાં મૂકીને સુઈ ગયા હતાં. રાત્રે ચાર્જિગ પૂરુ થયાં બાદ તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે નજીકમાં મુકેલ અન્ય એક્ટિવા પણ આગની લપેટમાં આવી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે રાત્રીના સમયે ધુમાડો થતાં બાળકીની ઊંઘ ખુલી તો તેણે મદદ માટે બૂમ પાડી.આગના બનાવ ફાયર વિભાગને જાણવા કરવામાં આવતા ફાયર વિભાગે ઘરના સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા, પરંતુ 11 વર્ષની બાળકી આગની લપેટમાં આવી જતાં તેનું મોત નીપજયું હતું.