નકલીની બોલબાલા વચ્ચે હવે ગુજરાતમાં CMOનો નકલી અધિકારી ઝડપાયો

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે નકલીની બોલબાલા વચ્ચે હવે ગુજરાતમાં CMOનો નકલી અધિકારી ઝડપાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  CMOનો આ નકલી અધિકારી 20 વર્ષથી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતો હોવાનું જુઠ્ઠાણું ફેલાવી લોકો સાથે ઠગાઈ આચરી રહ્યો હતો. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, CMOનો નકલી આ અધિકારી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામનો વતની છે. આ શખ્સે પોતે CMOના  અધિકારીની ઓળખ આપીને નવસારીના નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત કરી અને જુદા જુદા કામો આપ્યા હતા ઉપરાંત કામોની પ્રગતિની માહિતી માંગી હતી. ત્યારે નવસારીના નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોરે તપાસ કરતા કાર્યાલયમાં કોઈ અધિકારી ન હોવાનું સામે આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. બાદમાં પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે.