કોરોનાની મહામારી બાદ ફેલાઈ રહેલા HMPV વાયરસના આસાર શું છે?
કોવિડ-19 મહામારી બાદ HMPV નામનો વાયરસ ચીનમાં ફેલાઈ રહ્યો છે ત્યારે હાલમાં ભારતમાં પણ બે કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે HMPV (હ્યુમન મેટાપ્યુમોવાયરસ) નામના આ વાયરસમાં સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં, તે ઉધરસ, વહેતું નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે નાના બાળકો અને વૃદ્ધોમાં, HMPV સંક્રમણ ગંભીર હોઈ શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓમાં ગંભીર બીમારી લાવી શકે છે. વધુમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર HMPVથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા આસાર જોવા મળે છે.