અમદાવાદના બાપુનગરમાં ધાબા પરથી 4.97 લાખનો દારૂ ઝડપાયો
અમદાવાદના બાપુનગરમાંથી આઈસર ટ્રક ભરીને વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો છે.ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે બાપુનગર પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેકટર ઊંઘતા રહ્યા અને PCB સ્કવોડે દરોડો પાડીને 4.97 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. ત્યારે આ અંગે વર્તુળોમાંથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ વિસ્તારમાં અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકોના પોલીસનો ખોફ બિલકુલ હોય જ નહીં એવો માહોલ સર્જાયો છે. PCB સ્કોવડે બાપુનગર બોટલિંગ ચાર રસ્તા નજીક આવેલ રજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના શેડ ના ધાબા પરથી વિદેશી દારૂની કિંમત રૂ.4.97ની 3192 બોટલો ઝડપી હતી.