નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સાદી માટીનું ખોદકામ કરતા બે ડમ્પર તથા એક જે.સી.બી. તથા એક હિટાચી મશીનને પકડી ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ.૮,૩૬,૮૯૮/- નો રોકડ દંડ કરાવતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સુચના આપેલ.
જે અનુસંધાને ગઈ તા.૦૭/૧૨/૨૦૨૪ના ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ- ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તથા અશ્વિનભાઈ ગઢવીનાઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન લાખડી, તા. નખત્રાણા ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સાદી માટી ઉપાડવાનું હિટાચી મશીન તથા જે.સી.બી. વડે કામ ચાલુ હોઇ જેથી હાજર મળી આવેલ ડમ્પરના ડ્રાઈવરો તથા હિટાચી મશીન ચાલકને આ ખોદકામ બાબતે કોઈ મંજુરી કે આધાર પુરાવા હોઈ તો રજુ કરવાનું જણાવતા કોઈ આધાર પુરાવા રજુ કરેલ નહી જે અંગે ખાણ ખનીજ ધારા કલમ-૩૪ મુજબ વાહન ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ જે બાબતે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીશ્રી દ્વારા કુલ્લે કિં.રૂ.૮,૩૬,૮૯૮/- નો દંડ વસુલ કરવામાં આવેલ.
- કબ્જે કરેલ વાહનો
- GJ 12 AU 8698, ચાલક: હરીલાલ ભીમજી રબારી રહે, કલ્યાણપુર તા.નખત્રાણા
GJ 03 AX 8299, ચાલક: હેમંતકુમારસિંહ શત્રુઘનસિંહ રાજપુત રહે, લાખાડી તા.નખત્રાણા
GJ 12 CM 9000, ચાલક: હરેશ ભવાનજી કાપડી રહે, કોટડા(જ) તા.નખત્રાણા >
હિટાચીનો ચાલક: મહમદવાહિદ મહમદનઈમ શાહ રહે, લાખાડી તા.નખત્રાણા