આદિપુરમાંથી થયેલ મોટરસાઈકલ ચોરીનાં કેસમાં એકની ધરપકડ
આદિપુરમાંથી થયેલ મોટરસાઈકલ ચોરીનાં કેસમાં એક શખ્સની અટક કરવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ટીમે કિડાણા ગૌશાળા નજીકથી આરોપી ઈશમને ઝડપી લીધો હતો. બાદમાં વધુ તપાસ કરતાં પકડાયેલા શખ્સે આદિપુર વિસ્તારમાંથી મોટરસાઈકલની ચોરી કરી હોવાની બાબત સ્વીકારી હતી. પોલીસે આ શખ્સ પાસેથી ચોરાઉ બાઈક સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.