ડ્રગ્સના કેસમાં સાક્ષીને ફરી જવા માટે ધાકધમકી કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
copy image

સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રગ્સના કેસમાં સાક્ષીને ફરી જવા માટે દબાણ કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વર્તુળોમાંથી વધુ પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે માછીમાર જુનસ ઉર્ફે ઇકમાલ મંઢો ઇસ્માઇલભાઇ ભુસર દ્વારા માંડવી પરિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર એટીએસ દ્વારા વર્ષ 2018માં એનડીપીએસનો કેસ શોધવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદી સાક્ષી તરીકે છે અને આ ગુના કામેનો આરોપી જેલમાં બંધ છે. ત્યારે ફરિયાદીને જુબાનીમાં ફરી જઇ ખોટી જુબાની આપવા ધાક-ધમકી કરી દબાણ કરવામાં આવતાં દબાણ કરનાર આરોપી ઈશમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.