માંડવીના દુર્ગાપુરમાંથી 17 હજારના શરાબના જથ્થા સાથે એક ઈશમની ધરપકડ

copy image

copy image

  માંડવી ખાતે આવેક દુર્ગાપુરમાંથી 17 હજારના શરાબના જથ્થા સાથે એક ઈશમની ધરપકડ કરવામાં આવેલ છે જ્યારે અન્ય બે આરોપી હાજર મળ્યા ન હતા. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવી પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી  કે, માંડવી ખાતે આવેલ દુર્ગાપુરમાં સીમ વિસ્તારમાં આવેલ વાડામાં ત્રણ શખ્સોએ સાથે મળીને અંગ્રેજી પ્રકારનો ભારતીય બનાવટનો શરાબ છૂપાવેલ છે તેમજ તેનું વેચાણ કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની શરાબની 24 બોટલ કબ્જે કરી હતી. જેની કિમત કિં.રૂા. 16,863 આંકવામાં આવેલ છે. પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સની અટક કરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અન્ય બે આરોપી શખ્સો હાજર મળી આવ્યા ન હતા.પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની  વધુ કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.