રાપરના સેલારી ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા : 3.40 લાખની મત્તા પર કર્યો હાથ સાફ

copy image

copy image

રાપર ખાતે આવેલ સેલારી ગામમાં ધોળા દિવસે 3.40 લાખની તસ્કરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ મામલે ગામમાં રહેતા મનજીભાઈ કરમણભાઈ બારવડિયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર  ગત દિવસે સવારના 8થી 11 વાગ્યાના સમયગાળામાં ચોર ઈશમોએ આ બનાવને અંજામ આપ્યો હતો. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અજાણ્યા આરોપી ફરિયાદીની ઓરડીના દરવાજાનું તાળું તોડી ઘરમાં ઘુસ્યાં હતા. આ અજાણ્યા ચોર ઈશમો સોના ચાંદીના દાગીના સહિત કુલ 3.40 લાખની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.