“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ૨૯ ટન જેટલુ બોક્સાઈટ (ખનીજ) ભરેલ એક ડમ્પરને પકડી ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂ.૨,૭૭,૮૦૭/- નો રોકડ દંડ કરાવતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સુચના આપેલ.

જે અનુસંધાને ગઈ તા.૧૦/૧૨/૨૦૨૪ના ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ, વલાભાઈ ગોયલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવીનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ અને વાહન ચેકિંગની હતા તે દમ્યાન વાંઢ ગામથી શેરડી ગામ તરફ જતાં રોડ ઉપર બૌતેર ક્રુપા કાંટા પાસે રોડ પર એક શંકસ્પદ ડમ્પર ચેક કરતા તેમાં બોક્સાઈડ (ખનીજ) ભરેલ હોઇ જે બાબતે વાહન ચાલક રાસુભા રૂપસંગજી સોઢા ઉ.વ.૪૫ રહે. બોહા તા. માંડવી વાળા પાસે ભરેલ બોક્સાઈડ (ખનીજ) ની રોયલ્ટી કે પાસ પરમીટ ની માંગણી કરતા વાહન ચાલક પાસે રોયલ્ટી કે પાસ પરમીટ ન હોઈ જેથી સદરહુ વાહનમાં ભરેલ બોક્સાઈડ (ખનીજ) રોયલ્ટી કે પાસ પરમીટ વગર ૨૯ ટન જેટલુ બોક્સાઈડ (ખનીજ) ભરેલ મળી આવેલ ડમ્પર જેના રજીસ્ટેશન નંબર- GJ ૧૭ UU ૮૩૮૧ વાળા વાહનને ખાણ ખનીજ ધારા કલમ-૩૪ મુજબ વાહન ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરેલ જે બાબતે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીશ્રી દ્વારા કુલ્લે કિં.રૂ.૨,૭૭,૮૦૭/- નો દંડ વસુલ કરવામાં આવેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ

ટાટા કંપનીનું આઈવા ડમ્પર રજીસ્ટેશન નં. – GJ ૧૭ UU ૮૩૮૧

  • બોક્સાઈડ (ખનીજ) ૨૯ ટન