કેરળમાં મુસાફરોથી ભરેલી બસ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી : ચાર મુસાફરોના મોત અન્ય ઘાયલ
copy image

કેરળમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી જવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કેરળના ઈડુક્કી જિલ્લાના મુંડક્કયમમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બનાવ ગત સોમવારના વહેલી સવારના અરસામાં આ બનાવ બન્યો હતો. જાણવા મળી રહ્યું છે કે મુસાફરોથી ભરેલી KSRTC ની બસ ખીણમાં પડી જવાથી ચાર મુસાફરોના મોત નીપજ્યા છે ઉપરાંત અન્ય મુસાફરો ઘાયલ બન્યા છે. આ બસમાં 34 મુસાફર અને ત્રણ કર્મચારી સવાર હતા. મળતી વિગતો મુજબ KSRTCની બસ તમિલનાડુના તંજાવુરમાં ટૂર લઈને મવેલિકરા પરત આવી રહી હતી. આ બસે એક વળાંક પર કાબૂ ગુમાવતાં 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.