કંઢેરાઇ ગામમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી યુવતીનું જીદગીની જંગના 33 કલાક બાદ મોત
copy image

ભુજ ખાતે આવેલ કંઢેરાઇ ગામમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલ યુવતીનું જીદગીની જંગના 33 કલાક બાદ મોત નીપજયું છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બોરવેલમાં ફસાયેલી ઇન્દિરા મીણા નામની યુવતીએ અંતિમ શ્વાશ લીધા છે. જાણવા મળી રહ્યું છે કે રેસક્યુ દરમ્યાન 300 ફૂટ ઉપર આવ્યા બાદ આ યુવતીનો મૃતદેહ ફરી નીચે પટકાયો હતો. વધુમાં માહિતી મળી રહી છે કે NDRFની ટીમ દ્વારા ફરી મૃતદેહને બહાર કાઢવા શક્ય તેટલા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.