ભુજમાંથી સગીર ગુમ થતાં અપહરણની ફરિયાદ નોંધાઈ

copy image

ભુજમાંથી એક સગીર ગુમ થતાં પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ધ્રાંગધ્રા અને હાલમાં ચારણવાસ ડી.પી. ચોક મધ્યે રહેતા ભરતભાઈ કમાભાઈ મેથાલિયાએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવેલ છે. જે અનુસાર ગત તા. 6/1ના ફરિયાદીના 14 વર્ષીય સગીરવયના દીકરાનું કોઈ અજાણ્યા ઈસમે તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું છે. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.