છેલ્લા બે દિવસમાં ગેરકાયદેસર માટી ખનન કરતાં સાત વાહન સાથે રૂા.2.5 કરોડનો મુદ્દામાલ કબ્જે
સૂત્રો જણાવી રહ્યા છે પૂર્વ કચ્છ ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર માટી ખનન મુદ્દે સપાટો બોલાવાઈ રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસમાં સતત સાત વાહન સાથે રૂા.2.5 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.6/1ના રોજ પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગની ટીમે મુંદ્રાના સીયાચા પાસેથી બિનઅધિકૃત રેતી ખનિજના વહન બદલ એક ડમ્પર તેમજ અંજાર તાલુકામાંથી પણ ગેરકાયદેસર રીતે ખનિજ વહન કરતું એક ડમ્પર પકડી પાડ્યું હતું. ઉપરાંત લાકડિયા રોડ પાસેથી ચાઈનાક્લે ભરીને જતાં ત્રણ ડમ્પર જપ્ત કરાયા હતાં. તેમજ એક બ્લેક ટેપ ખનીજ ભરી જતાં ડમ્પર પકડી પાડ્યું હતું. આ અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે.