એચ.જે.ડી ઇન્સ્ટીટ્યુટ નો એન.સી.સી કેડેટ ૭૬ મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હી ખાતે કર્તવ્ય પથ ઉપર પરેડ કરશે


ભુજ તાલુકા ના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરશન હાલાઇ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એચ.જે.ડી
ઇન્સ્ટીટ્યુટ મા એન.સી.સી આર્મી અને નેવી વિંગ ચાલે છે. એન.સી.સી આર્મી વિગનો કેડેટ રવિરાજસિંહ સોલંકી રી પબ્લિક ડે કેમ્પમા સિલેક્ટ થયો છે. એન.સી.સી ની અંદર માનવામાં આવતો આ સૌથી મોટો કેમ્પ હોય છે. આ કેમ્પ ની અંદર આખા ઇન્ડિયા માંથી કેડેટ્સ ભાગ લે છે. રવિરાજસિંહ સોલંકી આ કેમ્પની અંદર સિલેક્ટ થઈ અત્યારે દિલ્હી ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છે. 26 જાન્યુઆરી 2025 ના જે કર્તવ્ય પથ ઉપર પરેડ થવા ની છે એની અંદર એન.સી.સી કંટીજન્ટની પરેડ છે એની અંદર રવિરાજસિંહ સોલંકીનું સિલેક્શન થયું છે. 26મી જાન્યુઆરીની પરેડ પછી 28 જાન્યુઆરીના એન.સી.સીની ભાષામાં કહીએ તો પી.એમ રેલી પણ થતી હોય છે આ રેલી ની અંદર ભારતના વડાપ્રધાન ની હાજરીમાં એન.સી.સીના 17 નિર્દેસાલયની પરેડ કરવામાં આવે છે.કર્તવ્ય પથ ઉપર કચ્છનો આ કેડેટ્સ પર પરેડ કરી કચ્છનું અને દેશનું નામ રોશન કરશે છે. એન.સી.સી કેડેટ્સ આ રીતે જ સંસ્થા નું, આપના કચ્છ નું અને આગળ જતા આખા દેશ નું નામ રોશન કરે એવી સુભેછા પાઠવી હતી.