રાપરથી દુધઇ થઈને ભુજ સુધીના રૂટ પર નવી મિની મેટ્રો બસનું લોકાર્પણ કરવામાં આવ્યું

રાપરથી દુધઇ થઈને ભુજ સુધીના રૂટ પર દોડતી બસ સેવામાં નવી મિની મેટ્રો બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઇ ભીંડે અને ડેપો મેનેજર જે.બી.જોશીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. તેમજ રાપર એસટી ડેપોએ કચ્છ ડિવિઝન લેવલે સૌથી વધુ માઈલેજ મેળવ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે. વિભાગે નવી બસો ફાળવતા અંજાર, ગાંધીધામ, માતાના મઢ અને રોડ ટુ હેવન થઈને ભુજ સુધીના નવા રૂટ શરૂ કર્યા છે. મિકેનિક સ્ટાફની અછત છતાં, તમામ કર્મચારીઓના સહયોગથી ડેપોની કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે.