વરસામેડીમાં 15 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં 15 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામિ છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વરસામેડીમાં 15 વર્ષીય મોનિકા ભુંડારામ આંકીયા નામની કિશોરીએ ગળે ફાંસો ખાઇ મોતને ભેટો કરી લીધો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે મોનિકા પોતાના ઘરે હાજર હતી. તે સમયે કોઈ અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. આ કિશોરીએ કયા કારણે આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.