અંજારમાં 47 વર્ષીય આધેડનું ઝેરી દવા ગટગટાવી લેતા મોત

copy image

અંજારમાં 47 વર્ષીય આધેડે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનો બનાવ સામે આવી રહયો છે ત્યારે આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંજારના વાડી વિસ્તારમાં દબડા-ઝરૂ રોડ પર બન્યો હતો. અંજારમાં રહેનાર હરિલાલ સોરઠિયા નામના આધેડે અહિ આવી અને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં જ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.