અંજારમાં 37 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

copy image

અંજારમાં 37 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર શહેરમાં આવેલ રામકૃષ્ણ મહાવિરનગરમાં ભાડાના મકાનમાં રહેનાર કેશરબેન નામના મહિલાએ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. વધુમાં મળતી વિગતો મુજબ ગત દિવસે આ મહિલા પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન દુપટ્ટો પંખામાં બાંધી ગળેફાંસો ખાઇ તેઓએ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.