“માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂનો કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ દેશી દારૂ ગેરકાયદેસર બનાવાની તેમજ વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.બી.રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે બનાવનાર તેમજ વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, વાલાભાઇ ગોયલ, પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડાનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા વાલાભાઇ ગોયલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, વિશ્રામ ઉર્ફે પપ્પુ સ/ઓ કલ્યાણ ગઢવી રહે. પાંચોટીયા તા. માંડવી વાળો પાંચોટીયા ગામની દક્ષીણ બાજુએ આવેલ સીમ વિસ્તારમાં તળાવની પાસે આવેલ બાવળોની ઝાડીઓ વચ્ચે ગે.કા. દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ગાળે છે અને હાલે તેની આ પ્રવૃતી ચાલુ છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ નહિ અને હકીકત વાળી જગ્યાએથી નીચેની વિગતે દેશી દારૂનો જથ્થો મળી આવેલ જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

*• મુદ્દામાલ

  • ગેરકાયેસર દેશી દારૂ બનાવવાનો તૈયાર આથો લીટર ૧૨૦૦/- કિ.રૂ. ૩૦,૦૦૦/-

:• હાજર નહી મળી આવેલ ઇસમ

વિશ્રામ ઉર્ફે પપ્પુ સ/ઓ કલ્યાણ ગઢવી રહે. પાંચોટીયા તા. માંડવી