કોઠારા ગામ નજીકના મુખ્ય માર્ગો પર રહેતા શ્રમજીવીક પરિવારોને ગરમ ધાબડા વિતરણ કરાયા

કોઠારા ગામ આજુ-બાજુ મુખ્ય માર્ગો ઉપર પડ્યા પાથર્યા રહેતા શ્રમજીવીક પરિવારોને શ્રી કચ્છ જીલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ગરમ ધાબડા વિતરણ કરાયા હતા. અરવિંદભાઇ જોષી, હરેશભાઇ આઇયા, પ્રભાતસિંહ જાડેજા તથા સર્વે કાર્યકરોએ વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો.