38 દારુની બોટલ સાથે બે ની ધરપકડ

copy image

copy image

ગાંધીધામ બી ડિવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  પડાણા ગામની સીમમાં આદીત્ય આર્કેડ પાછળના વિસ્તારમાં અમુક ઈશમો ગેરકાયદેસર દારૂનું વેચાણ કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર રેઈડ પાડી અને કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન બે ઈસમ પોતાની પાસે વીમલ પાન મસાલાના થેલા રાખી શંકાસ્પદ હાલતમાં જોવા મળી આવેલ હતા. આ બંને શખ્સોની ધરપકડ કર્યા બાદ તેમની તપાસ કરવામાં આવી તેમની પાસેથી 26,068 ની કિંમતની 38 દારુની બોટલ મળી આવી હતી.પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.