ભુજમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલ યુવાનનું મોત

copy image

ભુજના લેકવ્યુ હોટેલ નજીકથી બેભાન અવસ્થામાં મળી આવેલ યુવાનનું મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજમાં આવેલ ભુજના લેકવ્યુ હોટેલ નજીક વોક વે નજીક બેભાન અવસ્થામાં પડેલા યુવાન મળી આવતા ફાયર શાખાને જાણ કરવામાં આવેલ હતી જેથી તેઓની ટીમ તુરંત બનાવ સ્થળ પર પહોંચી હતી. જાણવા મળી રહ્યું છે કે આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ આરંભી હોવાનું સામે આવ્યું છે.