આડેસર પોલીસ મથકે એક વર્ષ ઝડપાયેલ દારૂ પર બુલડોઝર ફરી વળ્યું

image-95

copy image

કચ્છ જિલ્લાના આડેસર પોલીસ મથકે એક વર્ષ ઝડપાયેલ દારૂ પર દાદાનું  બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે,વરણુ તરફના માર્ગ પર રૂ. 73.09 લાખની કિંમતની 45,612 દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. વધુમાં જાણવા મળી રહ્યું છે છેલ્લા એક વર્ષ દરમ્યાન પોલીસે દારૂના વેચાણ અંગે 57 ગુના વિવિધ બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલો કબ્જે કરી હતી. જેમાં માત્ર એક કલાકમાં જ બુલડોઝર વડે સમગ્ર જથ્થાનો નાશ કરી દેવાયો છે.