“વયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂનો કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ દેશી દારૂ ગેરકાયદેસર બનાવાની તેમજ વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ- ભુજની ટીમને જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે બનાવનાર તેમજ વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના કર્મચારીઓ અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભીખુભા નારુભા મોખા રહે. ભોહા તા. અબડાસા વાળો ભોહા ગામ થી જેઠમલપુર ગામ વચ્ચે આવેલ નદીના કીનારે બાવળોની ઝાડીમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ ની ભઠ્ઠીની ગાળી અને દેશીદારુનું વેચાણ કરે છે. જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ અને હકીકત વાળી જગ્યાએથી નીચેની વિગતે દેશી દારૂનો જથ્થો મળી આવેલ જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરી વાયોર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • મુદ્દામાલ (કુલ્લે ૮૫,૦૦૦/-)
  • ગેરકાયેસર દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૨૬૦૦/- કિ.રૂ. ૬૫,૦૦૦/-
  • દેશીદારુ લીટર ૧૦૦ કી.રૂ. ૨૦,૦૦૦/-
  • હાજર મળી આવેલ ઇસમ

ભીખુભા નારુભા મોખા ઉ.વ. ૩૯ રહે. ભોહા તા. અબડાસા