કોઈ પણ સરકાર આવશે પણ દારૂ બંધ નહીં થાય’ કહેનાર PSIની બદલી, વિવાદિત વિડીયો વાયરલ થતા જ એક્શન

બોટાદ જિલ્લામાંથી પોલીસ વિભાગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દારૂ અંગે વિવાદિત નિવેદન આપનાર PSI સામે આખરે કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હસા પોલીસ સ્ટેશનના PSI જી.ડી. આહીરની બદલીનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. તેમને લિવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ બદલીના આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે હસાના જલાલપર ગામે દારૂ અંગે PSIનો એક વિવાદિત વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘કોઈ પણ સરકાર આવશે પણ દારૂ બંધ નહીં થાય’.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો અને વિવિધ સ્તરે ટીકા થઈ હતી. જે બાદ હવે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરી તેમની બદલી કરી દેવામાં આવી છે.