રાજસ્થાનમાં મોટી કાર્યવાહી, ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગના 3 શૂટરો ઝડપાયા
રાજસ્થાનના કોટામાં પોલીસને મોટી સફળતા મળી છે. બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કોટા પોલીસે આ કેસમાં લોરેન્સ ગેંગના 3 શંકાસ્પદ શૂટરોને ટ્રેનમાંથી ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા.
હાલ પોલીસ દ્વારા ત્રણેય શૂટરોની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ફાયરિંગ પાછળનું કારણ શું હતું અને કોના ઈશારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે.