રાજકોટમાં દુઃખદ ઘટના, ઘરેથી સળગેલી હાલતમાં બહાર નીકળેલા મિતેશ તેરૈયાનું મોત, સીસીટીવી આવ્યા સામે
રાજકોટમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ઘરેથી સળગેલી હાલતમાં બહાર નીકળેલા મિતેશ તેરૈયાનું મોત થયું છે.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હાલ સામે આવ્યા છે. સળગેલી હાલતમાં ઘરની બહાર નીકળતા હોવાના દ્રશ્યો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.