માંડવી ખાતે આવેલ ભેરૈયા ચોકડી નજીક બાઇક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : બાઈકચાલકનું મોત
copy image

માંડવી ખાતે આવેલ ભેરૈયા ચોકડી નજીક બાઇક અને કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલકનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ બીજી ખાતે આવેલ નાની વિરાણીના હતભાગી નીતિનભાઈ વાસાણી નામનો શખ્સ પોતાની બાઈક લઈને સાંજના સમયે ભેરૈયા ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન કાર સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં ગભીર રીતે ઘાયલ થયેલ હતભાગીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ તપાસ આરંભી છે.