અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ત્રી વેશમાં આવી ફરીયાદી બહેનની આંખમાં મરચા પાવડર નાંખી, મારપીટ કરી સોનાની ચેઇન તથા રોકડ રકમની લુંટ કરનાર આરોપીને શોધી કાઢતી પુર્વ -કચ્છ, ગાંધીધામ જીલ્લા પોલીસ

ગઇ તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યે ફરીયાદી બહેન નાઓ કીડીયારૂ પુરવા પોતાના ઘરેથી બહાર નીકળી પાંચેક મીનીટ બાદ પરત ફરતાં ઘરમાં કાંઇક અવાજ આવતો હોય જેથી બેડરૂમમાં ચેક કરતાં તીજોરી ખુલ્લી હોય અને બાથરૂમમાં જોતાં સ્ત્રી વેશમાં આવેલ આરોપીએ ફરીયાદી બહેનની આંખમાં મરચા પાવડર નાંખી, ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી, ફરીયાદીશ્રી સાથે મારપીટ કરી ગળામાં રહેલ આશરે બે તોલાની સોનાની ચેઇન ઝૂંટવી, ડાબા હાથની આંગળીમાં છરી મારી, ધાક-ધમકી કરી તીજોરી માંથી રોકડા રૂ.૩૫,૦૦૦/- ની લુંટ કરી નાશી ગયેલ. જે બનાવ અંગે અંજાર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ અંજાર પો.સ્ટે.ગુ.ર.નં.૧૫૮૧/૨૦૨૪, બી.એન.એસ. કલમ-૩૦૯(૬),૧૧૫(૨),૧૨૭(૭), ૩૫૧(૩), ૩૩૧(૩) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધાયેલ.

સદર લુંટના ગુન્હાનો ભેદ ઉકેલવા મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા મહે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ-કચ્છ, ગાંધીધામ નાઓ દ્વારા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. તથા ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ મહે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ નાઓએ ગુન્હા વાળી જગ્યાની વીઝીટ કરી ગુન્હો શોધી કાઢવા સારૂ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ ના વડપણ હેઠળ S.I.T. ની રચના કરવામાં આવેલ અને સીટના સભ્ય તરીકે પો.ઇન્સ.શ્રી એન.એન.ચુડાસમા, એલ.સી.બી. તથા પો.ઇન્સ.શ્રી એ.આર.ગોહીલ, અંજાર પોલીસ સ્ટેશન નાઓને રાખવામાં આવેલ. અને સદર લુંટનો ગુન્હો શોધી કાઢવા સારૂ અધિકારીશ્રી/ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સર્વેલન્સ મારફતે તપાસ કરાવતા જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં SAFE EAST-KUTCH અંતર્ગત અંજાર, આદીપુર વિસ્તારમાં લગાડવામાં આવેલ અલગ-અલગ આશરે-૧૯૮ જેટલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી અને સી.સી.ટી.વી. ફૂટેજ નો આશરે ૯૦૦ જી.બી. જેટલો બેકઅપ ડેટા મેળવી તેનુ એનાલીસીસ ચાલુમાં હતુ તે દરમ્યાન SAFE EAST- KUTCH અંતર્ગત લગાડવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા ના ફૂટેજમાં એલ.સી.બી. ની ટીમને ગુન્હા સંલગ્ન અતિ મહત્વની ચાવી રૂપ કડી મળી આવેલ. અને ખાનગી તેમજ ટેક્નીકલ રાહે ચોક્કસ હકીકત મળેલ કે, સદર ગુના કામેની લુટમાં શકદાર હર્ષ ભરતભાઈ પટેલ રહે.કૈલાશ જ્યોત સોસાયટી, મેઘપર(બો), તા.અંજાર વાળો સંડોવાયેલ હોવાની તેમજ મજકુર શકદાર ઈસમ અમદાવાદ થી ટ્રેન મારફતે ગાંધીધામ આવી રહેલ હોવાની હકિકત જાણવા મળતાં જીલ્લા પોલીસની અલગ-અલગ ટીમો સાથે મજકુર ઈસમની ગાંધીધામ રેલ્વે