માધાપરમાં બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ

copy image

copy image

ભુજ ખાતે આવેલ માધાપરના સમાજનગરમાં બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે ભુજમાં રહેતા અંકિતાબેન ભાર્ગવગિરિ ગુંસાઇ દ્વારા માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 28/12 થી તા. 10/1ના સમયગાળા દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે પિતાના માધાપરના સમાજનગર સ્થિત મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરેલ છે. જેમાં ઘરમાં રહેલ સામાન વેરવિખેર કરી દીધેલ હોવાની વિગતો જાણવા મળી રહી છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.