ગાંધીધામની નવી સુંદરપુરીમાં ૩૫ વર્ષીય મહિલાએ એસિડ ગટગટાવ્યું

copy image

ગાંધીધામ ખાતે આવેલ નવી સુંદરપુરીમાં ૩૫ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર ગત તા 11/1 ના હતભાગી યુવતી પોતાના ઘરે હતી તે દરમ્યાન તેને કોઈ અગમ્ય કારણોસર તેને એસિડ ગટગટાવી લીધું હતું.બનાવની જાણ થતા તેને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી એસીડના કારણે તેમનું ઓક્સીજન 70% જેટલું ઓછુ થઇ જતા હાલત ગંભીર થતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.