અમરેલીના જાફરાબાદમાં 7 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કરતાં મોત

copy image

copy image

 અમરેલી ખાતે આવેલ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યપ્રાણીઓનો આતંક દિન-પ્રતિ-દિન વધી રહ્યો હોવાનું સામે સામે આવી રહ્યું છે ત્યારે 7 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કરી દીધેલ હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં  7 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કરી દીધેલ હોવાથી આ માસૂમ બાળકીનું મોત નીપજયું છે.

આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામના સીમ વિસ્તારમાં આ બનાવ બન્યો છે. અહી ચત્રુપા જોધુભાઇ બાંભણીયા નામની બાળકીના માતા-પિતા વાડીમાં કપાસ વીણતાં હતા તે સમયે દીપડાએ બાળકીના ગળાના ભાગ પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘાયલ આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં તેનું મોત નીપજયું હતું.બનાવને પગલે લોકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.