સાળંગપુર નજીક બે બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત : બેનાં મોત ચાર ઘાયલ

copy image

copy image

બોટાદ ખાતે આવેલ સાળંગપુર નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના બનાવસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. તેમજ અન્ય 4 યુવાનો ઘાયલ થયેલ છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બોટાદના સાળંગપુર અને સેથળી ગામ વચ્ચે બે બાઈક વચ્ચે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માત 2 યુવાનોજના ઘટના સ્થળે મોત થયા છે.તેમજ અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.આ બનાવમાં ઘાયલ થયેલ શખ્સોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.